જેસર: *જેસરના તાતણીયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક કિસાન ગોષ્ઠિ યોજાઈ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્માના અધિકારી શ્રી અજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો, મૂલ્યવર્ધન તેમજ કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ