આણંદ શહેર: આણંદના લોટીયા ભાગોળ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
આજે ૧૪ એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે સવારે 10:00 વાગ્યાના અરસામાં આણંદના લોટીયા ભાગોળ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ સુતરની આંટી અર્પણ કરવા આણંદ લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા