ગોધરા: ગોધરામાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી: પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગોધરાના APMC માર્કેટિંગ યાર્ડ સ્થિત તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટી પડતાં જિલ્લા સહકારી સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાતર મેળવવા માટે ખેડૂતોએ છેલ્લા બે થી ચાર દિવસથી સતત ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોએ સહકારી સંઘના ડેપો પર ખાતરનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે પ્રકારની યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી છે. બીજી તરફ, જિલ્લાના સ્થાનિક વેપા