તારાપુર: તારાપુર પોલીસે બાઇક ચોરીના અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ કર્યો: પતિ-પત્ની ઝડપાયા
Tarapur, Anand | Sep 23, 2026 પોલીસે તારાપુર મોટી ચોકડી સોજિત્રા રોડ ટ્રેક્ટરના શો રૂમ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઊભેલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી મળી આવેલું પલ્સર બાઇક ચોરાયેલું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અનિલભાઈ ઉર્ફે સતિષ દિનેશભાઈ તળપદા (રહે. ચાંગા, તા.પેટલાદ, જી.આણંદ) ૨. સંગીતાબેન (અનિલભાઈ ઉર્ફે સતિષ દિનેશભાઈ તળપદાના પત્ની, રહે. ચાંગા, તા.પેટલાદ, જી.આણંદ) ઝડપાઈ ગયા હતા.