હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે વય વંદના યોજના અંતર્ગત મેગા ડ્રાઈવ યોજાઈ..
Halvad, Morbi | Jul 5, 2025 હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે વય વંદના યોજના નોંધણી અભિયાન અંતર્ગત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામના 70 વર્ષથી ઉપરના ઘણા બધા લોકોએ લાભ લીધો હતો અને ત્યાં આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું. જેમાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલવાડી, મહામંત્રી ડો. કિશોર કવાડિયા અને મગનભાઈ સીતાપરા, મનુભાઈ આહિર તથા અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.