યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે 13-14 વર્ષની ઉંમરે કોઈ છોકરીને માતા બનાવીને છોડી દેવી ખોટું છે. ગર્લફ્રેન્ડ બનાવવામાં કોઈ ખોટું નથી. પરંતુ લગ્નનું વચન આપ્યું હોય તો તે નિભાવવું જરૂરી છે. રાજ્યપાલ ગુરુવારે લખનઉમાં મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના 7મા દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યાં હતાં. આ દરમિયાન પ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પણ હાજર હતા. સમારોહમાં 2,279 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા આપવામાં આવ્યા. યુનિવર્સિટી કેમ્પસમાં મિની એક્સ્પો પણ યોજાયો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે ગર્લફ્રેન્ડ બનાવવામાં કોઈ ખોટું નથી, પરંતુ કોઈને લગ્નનું વચન આપો તો તેને નિભાવવું પણ જરૂરી છે. આ માટે યુવાનોએ પહેલાં આત્મનિર્ભર બનવું જોઈએ. તેઓ પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી શકે એટલી કમાણી કરવી જોઈએ અને પછી લગ્ન કરવા જોઈએ.
#anandibenpatel #uttarpradesh #youthmessage #convocation #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Oct 22, 2026