ઉના: ઉનામાં બે પરિવારો વચ્ચે મારામારી: 16થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ
ગીર સોમનાથના ઉનાના દડૂકેશ્વર ખાણ વિસ્તારમાં ઘર સામે ગાળો બોલવા બાબતે બે પરિવારો વચ્ચે ધમાલ થઈ છે. લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો થતા બંને પક્ષના મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે 16થી વધુ લોકો સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.