જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામમાં બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ સર્જાયું
જેસર તાલુકાના શાંતિનગર ગામમાં બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ સર્જાયું હતું. ગામના મુખ્ય વિસ્તારમાં અચાનક બે આખલા આમને-સામને આવી જતા ભયજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી. બંને આખલાઓ એકબીજા પર તૂટી પડતાં રસ્તા પર હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકોએ આ દૃશ્ય જોઈ ગભરાટ અનુભવ્યો અને પોતાની સુરક્ષા માટે દુકાનો બંધ કરી દીધી તથા લોકો દૂર જવા લાગ્યા.