માંડવી: પશ્ચિમ કચ્છ SOGએ ૬૬ હજારની કિંમતના ૧૩૨૧ ગ્રામ ગાંજા સાથે કારચાલક યુવકની કરી ધરપકડ
Mandvi, Kutch | Mar 27, 2026 પશ્ચિમ કચ્છ SOG દ્વારા નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંડવી-નલિયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા નજીક ચેકિંગ દરમિયાન એક કારચાલક યુવકને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન કારમાંથી ૧૩૨૧ ગ્રામ ગાંજો, અંદાજે રૂપિયા ૬૬ હજારની કિંમતનો, મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે કાર, ડિજિટલ વજનકાંટો અને ત્રણ મોબાઈલ ફોન સહિત ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.ઝડપાયેલા આરોપીની ઓળખ સાગર શાંતિલાલ મોતીવરસ તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ NDP