દાહોદ જિલ્લાના ગરબાડાની EMRS ખાતે સ્કૂલ કેપ્ટન અને વાઈસ કેપ્ટન માટેની ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરાયું
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ લોકશાહી પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા સ્કૂલ કેપ્ટન, વાઇસ કેપ્ટન તેમજ વિવિધ હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને બેજ પહેરાવી શપથ લેવડાવવામાં આવ્યો. નવા વિદ્યાર્થી આગેવાનોએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક નેતૃત્વ નિભાવવા અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે નેતૃત્વ માત્ર હોદ્દો નથી, પરંતુ જવાબદારી, શિસ્ત, સેવા અને ટીમવર્કની ભાવનાથી કાર્ય કરવાની તક છે. વિદ્યાર્થીઓએ પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાનું ગૌરવ વધારવું જોઈએ.
ઇન્વેસ્ટિચર સેરેમનીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ને�
Dohad, Dahod | Jul 11, 2026