માંડવી: માંડવી–મુન્દ્રા ગેસ કૌભાંડનો આક્ષેપ: ઉંચા ભાવે સિલિન્ડર વેચાણ, ઉજ્જ્વલા સહાય પણ અધૂરી!
Mandvi, Kutch | Mar 25, 2026 માંડવી–મુન્દ્રા વિસ્તારમાં રાંધણ ગેસના ડીલરો સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આપના નેતા કૈલાશદાન ગઢવી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે કેટલાક ગેસ એજન્સી ડીલરો અંદરખાને ગ્રાહકોને ઉંચા ભાવે ગેસ સિલિન્ડર વેચી રહ્યા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં સબસિડીના રૂપિયા નિયમિત જમા થતા નથી, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.