બાલાસિનોર: મહીસાગર જીલ્લામાં અભૂતપૂર્વ ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ, અખાદ્ય સામગ્રીનો નાશ
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર, વિરપુર, કડાણા અને લુણાવાડામાં સ્કૂલ, છાત્રાલય અને હોટલો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. અહીંથી નષ્ટ કરવામા આવી અખાદ્ય સામગ્રી અને પાણી માટે લેબ ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે.