રાપર: ગાગોદરમાં જીવલેણ હુમલાના આરોપી ઝડપાયા
Rapar, Kutch | Mar 29, 2026 ગાગોદરમાં તા.૨૭/૩ના બે પક્ષ વચ્ચે જૂની અદાવતના કારણે મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં, જેમાં કાનાભાઈ ભરવાડ ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરાયો હતો. અન્ય એકને પણ ઇજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી ગામના રમજાન ઉર્ફે ડાડા અલ્લારખા ફકીર, અલ્તાફ કરીમ ફકીરને પકડી પાડ્યા હતા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને પકડવા તજવીજ હાથ ધરી છે.