આણંદ શહેર: પોસ્ટલ બેલેટ અંગે જાગૃતિ અભિયાન 85 વર્ષથી વધુ ઉમરના તેમજ દિવ્યાંગ મતદાતાઓને હોમ વોટીંગ સુવિધા અંગે જરૂરી માર્ગદર્શન
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા અંગે મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા સ્તરે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.