ભુજ: હોસ્પિટલ રોડ ખાલી કરાવવાની નોટિસ સામે ફેરિયાઓનો વિરોધ
Bhuj, Kutch | Aug 15, 2026 ભુજના જી.કે. જનરલ હોસ્પિટલ રોડથી વી.એચ. પટેલ ક્લિનિક સુધીના લારી-ગલ્લા ધારકોને બે દિવસમાં જગ્યા ખાલી કરવાની નોટિસ અપાતા વિરોધ થયો હતો. સેંકડો ફેરિયાઓએ નગરપાલિકા અને પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી રોજીરોટી બચાવવાની માંગ કરી હતી. પાલિકા મુજબ ટ્રાફિક અને એમ્બ્યુલન્સની અવરજવરમાં અડચણ હોવાથી રોડ ખાલી કરાવવો જરૂરી છે. કાયદેસર ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા અપાશે. કોમર્સ કોલેજ પાસે 51 કાર્ડધારક ફેરિયાઓ માટે જગ્યાનું માર્કિંગ કરી લોટરીથી ફાળવણી શરૂ કરાઈ છે.