અમદાવાદ - ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર પીપળી ગામ નજીક તા. 08/02/2026 ની રાત્રિના 2.30 વાગ્યાના સુમારે એક લક્ઝરી બસનો ડ્રાંઇવર બસ સાઈડમાં ઉભી રાખી આગળના તયારની હવા ચેક કરી રહ્યો હતો. ત્યારે પાછળથી આવતી સુપર કેરી ગાદીના ચાલકે બસના ડરાઇવરને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. 108 મારફત તેને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ લઈ જવાયો હતો.ધોલેરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.