ખેડબ્રહ્મા: શહેરના 25 લાખ લિટરના સંપમાં ફરી એકવાર વરસાદી પાણી ઘૂસી જતા મોટું નુકસાન..! #jansamasya
શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 25 લાખ લિટરના સંપમાં ફરી એકવાર વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અગાઉ વર્ષેલા વરસાદને લઈ સંપની ફરતે બનાવાયેલી પ્રોટેકશન દિવાલ ભારે વરસાદ ને લઈ ધરાશાયી થઈ હતી. જેને લઈને વરસાદી પાણી સંપમાં ઘૂસ્યા હતા.ત્યારે ગુરુવારે સવારે 4 વાગ્યા ની આસપાસ ભારે વરસાદને લઇ ફરી એકવાર સંપમાં પાણી ભરાયા હતા. જેને લઈને મોટું નુકસાન થવા પામ્યું હતું. ત્યારે હાલ તો પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ હમણાં મોટાભાગમાં પાણી નહીં આવે