રાપર: બાંભણસર થી પીપરાળા માર્ગે હાઈવે પર કટર મશીન અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી
Rapar, Kutch | Apr 1, 2026 નેશનલ હાઈવે-27 પર આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાંતલપુર કોરિડોર પર બાંભણસર થી થોડે દૂર હાઈવે પર એક કટર મશીન અને આઈશર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે પંજાબ પાસિંગનું એક કટર મશીન ફૂલ ઝડપે જઈ રહ્યું હતું. અતિશય ઝડપને કારણે ચાલકે મશીન પરનો કાબૂ ગુમાવતા તેણે આગળ જઈ રહેલી આઈશર ટ્રક ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.