પોરબંદર: 10 મહિનાથી ફરાર આરોપીને પેરોલ-ફર્લો સ્કોડે રાણા વડવાળાથી ઝડપ્યો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન અને સંગઠિત ગુનાના કેસમાં 10 મહિનાથી નાસતા ફરતા આરોપી વેજા મેરામણભાઈ ચાવડાની પોરબંદર પેરોલ-ફર્લો સ્કોડે રાણા વડવાળા બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરી છે. આરોપીને રાણાવાવ પોલીસને સોંપવામાં આવ્યો છે.