શિનોર: શિનોર મેઈન બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા વરસાદી પાણી વહેતાં થતાં વાહન ચાલકો ચાલુ વરસાદે મુશ્કેલીમા મૂકાયાં.
શિનોરમાં આજે સવારથી જ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું.જેના કારણે આજે શિનોર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે અવિરત વરસી રહેલા વરસાદને પગલે શિનોર મેઈન બજાર ના રસ્તાઓ પર પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.શિનોર મેઈન બજાર ના રસ્તા પરથી જાણે કે નદી ના વહેણ વહેતાં હોય તેવા વરસાદી પાણી વહેતાં થયાં હતાં.જેને લઇને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.