મોરબી: નવા મંત્રીમંડળમાં બ્રહ્મસમાજને પૂરતું સ્થાન ન મળતા મોરબી બ્રહ્મ સમાજે વડાપ્રધાનને લખ્યો પત્ર...
Morvi, Morbi | Nov 5, 2025 મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણી નેતાઓને પત્ર લખીને ગુજરાત સરકાર અને સંગઠનમાં બ્રહ્મ સમાજને થઈ રહેલા અન્યાય અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષો સહિતનાઓને સંબોધવામાં આવ્યો છે.