સેલવાસની નટરાજ હોટલમાંથી મહિલાનો મૃત*દેહ મળતાં ચકચાર: ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાઈ, સાથે આવેલો યુવક ફરાર
દાદરા અને નગર હવેલીના સેલવાસ સ્થિત ‘હોટલ નટરાજ’માં 12 ઓક્ટોબરના રોજ એક મહિલાનો મૃત*દેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. હોટલ મેનેજમેન્ટની જાણ બાદ સેલવાસ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃત*દેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નમો હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફોરેન્સિક (FSL) ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસના નમૂના એકત્ર કર્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ આશરે 25 થી 30 વર્ષીય જયશ્રી મસિયા તરીકે થઈ છે. મહિલા ગત 10 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા યુવક સાથે હોટલમાં આવી હતી અને બંને 12 ઓક્ટોબર સુધી ત્યાં રોકાયા હતા. 12 ઓક્ટોબરે સાંજે 3 થી 4 વાગ્યાની આસપાસ મહિલાનો મૃતદેહ મળ્યા બાદ સાથે આવેલો યુવક સ્થળ પરથી ફરાર હોવાનું સામે આવ્યું છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સાચી વિગતો બહાર આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 13, 2026