જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામના વાડી વિસ્તારમાં આવેલો કોઝવે વરસાદના કારણે ધોવાઈ જતાં ખેડૂતોને ભારે મુશ્કેલી
જેસર તાલુકાના શાંતિનગર ગામના વાડી વિસ્તારમાં આવેલો કોઝવે વરસાદના કારણે ધોવાઈ જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવેને નુકસાન થતાં વાડી વિસ્તારમાં અવરજવર ખોરવાઈ ગઈ છે. ખેતી માટે જરૂરી સાધનો, વાહનો તેમજ પશુઓની અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, કોઝવેની તાત્કાલિક મરામત કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળશે અને ખેતીની કામગીરી સરળ બનશે. ગ્રામજનોએ સંબંધિત તંત્રને વહેલી તકે કોઝવેનું સમારકામ કરવા