પારડી શહેરની એક શાળાના આચાર્ય એ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી શિક્ષણ જગતને કલંકિત કર્યું છે. નરાધમ આચાર્ય સગીરાને UPSC પરીક્ષા પાસ કરાવી IAS અધિકારી બનાવવાની લાલચ આપી સ્કૂલ છૂટ્યા બાદ એક્સ્ટ્રા ક્લાસના બહાને લેબોરેટરી તેમજ સ્પોર્ટ્સ રૂમમાં બોલાવી એકલતાનો લાભ ઉઠાવી શારીરિક શોષણ કરતો હતો.
પીડિતા ગંભીર ડિપ્રેશનમાં સરી પડતાં પરિવારે હિંમત દાખવી પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રહેતા મૂળ કચ્છના 42 વર્ષીય આચાર્ય વિરુદ્ધ BNS અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી અનાથ દીકરીઓને લાવવા-લઈ જવાનું કામ પણ કરતો હોવાથી અન્ય સગીરાઓ પણ ભોગ બની હોવાની શંકા સાથે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 13, 2026