ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના સુખપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,
ગારિયાધાર તાલુકાના સુખપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દલિત પરિવારના ગોડાઉનમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, સુખપર ગામે વસતા દલિત પરિવારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે ગોડાઉનમાં રાખેલ સામાન બળી ખાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.