કાલોલ: શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ,જેમાં 21 વાહનો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી
કાલોલ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનના કાલોલ ટાઉન વિસ્તારમાં કાલોલ ડી.વાય.એસ.પી. નવીન આહિરના અધ્યક્ષસ્થાને બુધવારે સાંજે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.