વેજલપુર: ઈસનપુરના વૃદ્ધને શેર બજારમાં રોકાણ કરાવી 90 લાખથી વધુની છેતરપિંડી
એક વૃદ્ધે યુટ્યુબમાં રોકાણની જાહેરાત જોઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ ગઠિયાઓએ વૃદ્ધને અલગ અલગ શેરમાં રોકાણ કરવાનું કહીને એપ્લિકેશનમાં ટુકડે ટુકડે 90 લાખથી વધુ રકમ ભરાવડાવી હતી. વૃદ્ધને માત્ર નફાના 22 હજાર રૂપિયા પરત આપ્યા હતા. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી...