નવસારી: બીલીમોરામાં નંદી મહારાજના પગમાં ફસાયેલી દોરી કાઢી ગૌસેવા મંડળે બચાવ્યો જીવ
બીલીમોરા ગૌસેવા મંડળના સભ્યોએ નંદી મહારાજના પગમાં ફસાયેલી દોરી કાઢીને સફળ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. નંદી મહારાજના પગમાં દોરી ફસાવાને કારણે તેમને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી. મંડળની સમયસૂચકતાને કારણે નંદી મહારાજને મોટી રાહત મળી છે.