દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક અશોક લેલેન્ડ ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપીયા ૫૦,૭૯,૦૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૭૩,૬૪,૦૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક અશોક લેલેન્ડ ગાડી પસાર થતાં પોલીસે ગાડીની ઉભી રખાવી ગાડીના ચાલક કપિલભાઈ અરૂણચંદ રાજપુત (અડ) (રહે.રાજસ્થાન)નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૫૨૯ જેમાં બોટલો નંગ.૧૮૭૬૮ કિંમત રૂપીયા ૫૦,૭૯,૦૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની
Dohad, Dahod | Oct 5, 2026