મેઘરજ: મેઘરજ પોલીસ સ્ટેશનમાં અરજદારો માટે ઓનલાઇન સુનાવણીનું આયોજન
મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા દ્વારા ઓનલાઇન સુનાવણી યોજાઈ. જેમાં અરજદારોની રજૂઆતો સાંભળીને સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ. આ કાર્યક્રમમાં અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.