દાહોદ તાલુકાના ડોકી ગામે આવેલ હેલીપેડ પાસે ત્રણ જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને અગમ્યકારણોસ લોખંડની પાઈપ તેમજ બેલ્ટ વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં બંન્ને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદના ઉસરવાણ ગામે માવી ફળિયામાં રહેતાં ભાવેશભાઈ રતનભાઈ માવી તથા તેમની સાથે સુરેશભાઈ કસુભાઈ નિનામા બંન્ને જણા ગત તા.૦૬ જુલાઈના રોજ દાહોદ નજીક ડોકી ગામે આવેલ હેલીપેડ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાં તેઓની પાસે રાહુલભાઈ જયેશભાઈ નિનામા (રહે.ખરોડ, તા.જિ.દાહોદ), જીજ્ઞેશભાઈ વજાભાઈ ભુરીયા તથા સુનિલભાઈ રસાલભાઈ ભુરીયા (બંન્ને રહે.બોરવાણી, તા.જિ.દાહોદ)નાઓ આવ્યાં હતાં અને અગમ્યકારણોસર બંન્ને યુવકો સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ અને પેન્ટના પટ્ટા વડે ભાવેશબાઈ માવી તથા સુરેશભાઈ નિનામાને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગ
Dohad, Dahod | Jul 11, 2026