વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા: વલસાડ અને ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
વલસાડ જીલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચના અને વલસાડ LCB પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ જીલ્લાની LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સતત વર્ક આઉટમાં હતી.
દરમિયાન, પેરોલ ફ્લો સ્ક્વોડના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નીલ હેમંતભાઈને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે વલસાડ સીટી અને નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન (દારૂબંધી) ના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.. આરોપીની વિગત કેયુર અશ્વિન સોલંકી (ઉંમર વર્ષ ૨૯)
હાલનું સરનામું:પારડી દમણીઝાપા ભેંસલાપાડા, સાંઈબાબા મંદિરની સામે, તા. પારડી, જી. વલસ�
Valsad, Valsad | Jun 24, 2026