ગોંડલ: ગોંડલ-વાસાવડ વિસ્તારમાં વધુ રૂા.20.70 લાખની વીજચોરી ઝડપાઇ
Gondal, Rajkot | Feb 2, 2024 ગોંડલ-વાસાવડ વિસ્તારમાં ગઇકાલે એસઆરપી તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના ઇજનેરોની કુલ 37 જેટલી વીજ ચેકીંગની ટુકડીઓ ત્રાટકી હતી. જેમાં રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને કુલ 700 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા જે પૈકી 87 વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડતા એક જ દિવસમાં કુલ રૂા. 20.70 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી