ઉના: ગૂગલ પે પેમેન્ટ વખતે પ્લમ્બરના ખાતામાંથી 90,001ની સાયબર ઠગાઈ
ઉનામાં પ્લમ્બર સાથે સાયબર ઠગાઈની ઘટના બની છે. ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરતી વખતે મોબાઈલ હેંગ થતા અજાણ્યા શખ્સે ખાતામાંથી 90,001 રૂપિયા ઉપાડી લીધા. ફરિયાદીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે તપાસ હાથ ધરી છે.