ગાંધીનગર: પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી
વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.