ગાંધીનગર: ગાંધીનગર-અડાલજ રોડ પર પુંદ્રાસણ ચોકડી નજીક મોઢી રાત્રે આઇવા ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત, એકનું મોત
ગાંધીનગર-અડાલજ રોડ પર પુંદ્રાસણ ચોકડી નજીક ગઈકાલે(2 ઓક્ટોબર) રાત્રે આઇવા ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પિન્ટુજી બલાજી ઠાકોર નામના બાઇક સવાર યુવકનું કરૂણ મોત થયું છે, જ્યારે તેનો મિત્ર હિમાંશુ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયો છે. માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઇકને ટકકર મારતા આ દુર્ઘટના બની હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.