ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનાર નો પ્રારંભ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શરૂ થયેલા આ દ્વિ-દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી તેમજ આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા છે.