ગાંધીનગર: કુડાસણ માં શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલ'નો આજે શુભારંભ કરવામાં આવ્યો
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં સૌ પ્રથમ દશેરાથી દિવાળીના શુભ સમયગાળા દરમિયાન આયોજિત ભવ્ય 'શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલ'નો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલનું ગાંધીનગરના મેયર મીરાબેન પટેલના હસ્તે કુડાસણ ખાતેના વિશેષ ફૂડ ફેસ્ટિવલ સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.