કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર
Kalol City, Gandhinagar | Oct 4, 2025
કલોલ તાલુકાના ધમાસણા ગામે તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બે બંધ મકાનના તાળા તોડયા હતા અને અંદર જઈ તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરો કુલ રૃપિયા ૯,૩૦,૫૦૦ ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.