ગાંધીનગર: ચિલોડા દહેગામ હાઈવે પર ઈકો કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ઇકો કાર ચાલકનું મોત
ચિલોડા-દહેગામ હાઇવે ઉપર આવેલા ડભોડા ત્રણ રસ્તા પાસે ઇકો કાર ચાલકે તેની કાર ફૂલ સ્પિડમાં દોડાવતા ટ્રેક્ટર સાથે ટકરાવી દીધી હતુ. જેમાં ટ્રેલર એક તરફ ફંટાઇ ગયુ હતુ. જ્યારે ઇકો કારનો કુચડો થઇ ગયો હતો.આ અકસ્માતમાં કાર ચાલકનુ મોત થયું હતુ. આ પહેલા કાર ચાલકે ચિલોડા નજીક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બનાવને લઇ ટ્રેક્ટર ચાલકે કાર ચાલક સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો