છોટાઉદેપુર: પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખે સાંસદ જશુભાઈ રાઠવાની કરી મુલાકાત
દિવાળીના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝભાઈ શેખે સાંસદ જશુભાઈ રાઠવાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે સૌજન્યપૂર્ણ વાતચીત થઈ હતી અને દિવાળીની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી હતી.