મહેસાણા શહેર: મહેસાણામાં ચામુંડા ચોકડી પાસે ગેરકાયદે બાંધકામનો વિવાદ, લેન્ડ ગ્રેબિંગના લાગ્યા આરોપ
Mahesana City, Mahesana | Oct 1, 2026
મહેસાણામાં ચામુંડા ચોકડી રોડ પર હેવી વીજ લાઈન નીચે ગેરકાયદેસર બાંધકામનો વિવાદ સામે આવ્યો છે. સર્વે નંબર 1150 ના માલિકે બાજુના સર્વે નંબર 1150/2 માં દબાણ કર્યાના આક્ષેપો સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ ઉઠી છે.