મહેસાણા: મહેસાણામાં ૧૫ નવેમ્બરે ઉજવાશે જનજાતિય ગૌરવ દિવસ, ખાસ કાર્યક્રમનું આયોજન
મહેસાણામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ૧૫ નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. સાર્વજનિક વિદ્યાલયના કમળાબા હોલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.