ગોધરા: ગોધરામાં પશુ ક્રૂરતાના ગુનાઓમાં એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB પોલીસે સૂફી મસ્જિદ પાસેથી ઝડપી પાડ્યો
પંચમહાલ LCB પોલીસે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા પશુ અત્યાચારના ત્રણ ગુનાઓમાં એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મોહસીન લતીફ ગુણીયાને ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB અલ્પેશભાઇને બાતમી મળી હતી કે વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ના પશુ ક્રૂરતા નિવારણ એક્ટ હેઠળનો આરોપી સુફી મસ્જિદ પાસે ઊભો છે. બાતમીના આધારે LCB સ્ટાફે ખાનગી વોચ ગોઠવી આરોપીને સ્થળ પરથી આબાદ ઝડપી લીધો હતો. હાલ આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે ગોધરા બી ડીવીઝન પોલીસને