નિર્મા યુનિવર્સિટીમાં એક વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં હવે ગર્લ્સ હોસ્ટેલની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલની સામેની બિલ્ડિંગમાં કામ કરતા કેટલાક મજૂરો દ્વારા તેમની સામે ગંદા ઈશારા અને છેડછાડ કરવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટી અને સિક્યુરિટી સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ મામલો કેવી રીતે હેન્ડલ થયો તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીનીઓનો દાવો છે કે તેમને પોતાના કપડાંને લઈને સલાહ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ મુદ્દો મીડિયા સુધી લઈ જવા અંગે કડક કાર્યવાહી અને એડમિશન રદ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.
સૌથી મોટો સવાલ એ છે કે સુરક્ષાની ફરિયાદ કરનાર વિદ્યાર્થીનીઓને જવાબ અને સુરક્ષા જોઈએ છે કે પછી તેમને જ ચૂપ રહેવા માટે કહેવામાં આવશે?
આ મામલે નિર્મા યુનિવર્સિટી તરફથી સત્તાવાર રીતે શું સ્પષ્ટતા કરવામાં આવે છે, તેના પર હવે નજર છે.
[ Nirma University, Girls Hostel, Student Safety, Women Safety, Hostel Safety ]
#NirmaUniversity #GirlsHostel