આજથી દિલ્હીમાં ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત થઈ રહી છે
IWPL માં આઠ ટીમો ભાગ લઈ રહી છે.
ગુજરાત માટે ગૌરવની ક્ષણ! 🇮🇳🏏
ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ (IWPL)માં ગુજરાતના એકમાત્ર ખેલાડી ભીમા ખુંટીની પસંદગી મહારાષ્ટ્ર મરાઠાસ ટીમમાં થઈ છે. આ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે.
6 જૂનથી 21 જૂન દરમિયાન દિલ્હીમાં ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ (IWPL)નું આયોજન થઈ રહ્યું છે, જેમાં સમગ્ર ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, અને આ ટીમોમાં દેશભરના શ્રેષ્ઠ વ્હીલચેર ક્રિકેટરોને રમતા જોવા મળશે.
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના એકમાત્ર ખેલાડી ભીમા ખુન્ટીની પસંદગી મહારાષ્ટ્ર મરાઠાસ ટીમમાં થઈ છે. ભીમા ખુન્ટીએ છેલ્લા 10 વર્ષથી વ્હીલચેર ક્રિકેટમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારત તરફથી રમવાનું હોય, ગુજરાતની કેપ્ટનશિપ સંભાળવાની હોય કે ઇન્