સૌરાષ્ટ્રની શાન ગણાતા સિંહ ફરીવાર હિંસક બન્યાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 11 વર્ષના મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
{ Lion, Girnar pilgrimage, Junagadh, Tourist family, Child, Forest department, Mahemdavad traveler, Our Sutrapada }