ગાંધીનગર: સાયકો કિલર વિપુલ પરમારની અંતિમ વિધિ સે-30 સમશાન ખાતે તેના જ સાવકા ભાઈ દ્વારા કરાઈ
ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે સાઈકો કિલર વિપુલ પરમારનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સિવિલ થી સેકટર 30 સમશાન ખાતે સાયકો કિલરની બોડી લઈ જઈ તેના સાવકા ભાઈએ વિપુલ પરમારની અંતિમ યાત્રા કરી હતી. 27 કલાકમાં જ સાયકો કિલર ને મોત મળી હતી.