ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા
.
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, 'સ્વચ્છતા હી સેવા ૨૦૨૫'ની ઉજવણી 'સ્વચ્છોત્સવ' તરીકે કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી 'સ્વચ્છતા હી સેવા પખવાડિયું' ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.