કાલોલ: પાલિકા દ્વારા ગટર લાઇનના કામ બાદ બેદરકારી! મારુતિનંદન સોસાયટી રોડ પર પડ્યા મોટા ખાડા, અકસ્માતનો ભય
કાલોલ નગરપાલિકા દ્વારા શામળદેવી સ્ટેન્ડથી મારુતિનંદન સોસાયટી સુધી ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂર્ણ થયા બાદ રોડની બાજુમાં યોગ્ય રીતે માટી પુરાણ અને લેવલિંગ ન કરવામાં આવતા હાલ મોટા મોટા ખાડા પડી ગયા છે.સ્થાનિક રહીશોએ કાલોલ નગરપાલિકાને માંગ કરી છે કે રોડની સાઇડમાં તાત્કાલિક યોગ્ય માટી પુરાણ, લેવલિંગ અને સુરક્ષાત્મક કામગીરી હાથ ધરી માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતા પહેલાં જ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.